ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં ઈ-મેમા નહીં ભરનારા 1.47 લાખ વાહનચાલકોને હવે સમન્સ

Text To Speech
  • 2023માં ઇ-મેમોના દંડ ન ભરનાર 1.57 લાખ વાહનચાલકો સામે પોલીસે કેસ કર્યા
  • વર્ચ્યુઅલ કોર્ટ સમન્સ કાઢવા ઉપરાંત વધુ કાનૂની કાર્યવાહી કરશે
  • નોટિસ મોકલવા છતા માત્ર 9420 લોકોએ દંડ ભર્યો

અમદાવાદમાં ઈ-મેમા નહીં ભરનારા 1.47 લાખ વાહનચાલકોને હવે સમન્સ આવશે. જેમાં શહેરના 1.57 લાખ વાહનચાલકોમાંથી 1.47 લાખ લોકોએ મેમો અવગણ્યો છે. કુલ 15 કરોડની રકમના મેમો સામે માત્ર 2.34 કરોડનો દંડ વસૂલાયો છે. નોટિસ મોકલવા છતા માત્ર 9420 લોકોએ દંડ ભર્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: સરકારી-ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેનારને ક્રમશઃ રૂ.5 હજાર અને રૂ.7 હજાર શિષ્યવૃત્તિ મળશે

ઇ-મેમોના દંડ ન ભરનાર 1.57 લાખ વાહનચાલકો સામે પોલીસે કેસ કર્યા

શહેરમાં દિવસને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે બીજી તરફ ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન ન કરતા વાહનચાલકો સામે ઈ-મેમો આપીને કાર્યવાહી કરી રહી છે. હાલમાં વર્ષ 2023માં ઇ-મેમોના દંડ ન ભરનાર 1.57 લાખ વાહનચાલકો સામે પોલીસે કેસ કર્યા હતા. તમામને નોટિસ મોકલવા છતા માત્ર 9420 લોકોએ દંડ ભર્યો હતા તો બાકીના 1.47 લાખ લોકોએ મેમો ભર્યા ન હતા. હવે તેમની સામે સમન્સ જારી કરાઈ રહ્યા છે.

વર્ચ્યુઅલ કોર્ટ સમન્સ કાઢવા ઉપરાંત વધુ કાનૂની કાર્યવાહી કરશે

ટ્રાફ્કિની સમસ્યાને નિવારવા માટે સીસીટીવીના આધારે લોકોને મેમા અપાઈ રહ્યાં છે. વર્ષ 2023ની વાત કરીએ તો ટ્રાફ્કિ પોલીસે ટ્રાફ્કિ નિયમનના ભંગ બદલ કુલ 2.14 લાખ વાહનચાલકોને ઇ-મેમા આપીને 1.57 લાખ સામે પોલીસે કેસ કર્યા હતા. જો કે કરેલા કેસ પૈકી માત્ર 9420 લોકોએ દંડ ભર્યો હતો. ટ્રાફ્કિ પોલીસે કુલ રૂ. 15.41 કરોડના મેમા લોકોને ફટકારવા છતાંય તેની સામે માત્ર રૂ. 2.34 કરોડ દંડ વસુલાયો છે. હવે કોર્ટે બાકી વસુલાત માટે તમામને નોટિસ મોકલીને ખાસ વર્ચ્યુઅલ કોર્ટ સમન્સ કાઢવા ઉપરાંત વધુ કાનૂની કાર્યવાહી કરશે.

શહેરમાં પાર્કિંગની વ્યવસ્થાની સ્થિતિ બહુ ગંભીર

શહેરમાં પાર્કિંગની વ્યવસ્થાની સ્થિતિ બહુ ગંભીર છે. ત્યારે શહેર પોલીસ દ્વારા આડેધડ પાર્કિંગ કરનારા 38 હજાર વાહનચાલકો સામે કેસ કરીને પોલીસે સ્થળ પરથી જ કુલ રૂ. 2.03 કરોડનો દંડ વસૂલ્યો છે. ટ્રાફ્કિ પોલીસ દ્વારા ફ્રી લેફ્ટ ટર્ન રોકનારા 1194 વાહનચાલકો સામે કેસ કરીને કુલ રૂ. 6.82 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

Back to top button