ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ટીબીની સારવાર પૂર્ણ થવાનો દર 90.52% નોંધાયો

Text To Speech
  • ટીબી શરીરના ફેફસા સિવાયના ભાગો પર પણ અસર કરે છે
  • 1,24,581 દર્દીઓની સફળતાપૂર્વક સારવાર થઈ હતી
  • એક વર્ષમાં ટીબીના 1.37 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે

ગુજરાતની જ વાત કરવામાં આવે તો એક વર્ષમાં ટીબીના 1.37 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે ટીબીના સરેરાશ 378 નવા કેસ નોંધાય છે. એક વર્ષમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. આજે વિશ્વ ‘ટીબી દિવસ’ છે ત્યારે તેમાં વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે.

1,24,581 દર્દીઓની સફળતાપૂર્વક સારવાર થઈ હતી

ગુજરાત સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના 95% હાંસલ કર્યા છે, જ્યારે સારવાર પૂર્ણ થવાનો દર 91% નોંધાયો છે. ગુજરાતને 2024માં 1,45,000 ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે 1,37,929 ટીબી દદીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી કરવામાં આવી હતી. આ સાથે જ 1,24,581 દર્દીઓની સફળતાપૂર્વક સારવાર થઈ હતી, જેથી સારવાર પૂર્ણ થવાનો દર 90.52% નોંધાયો હતો.

ટીબી શરીરના ફેફસા સિવાયના ભાગો પર પણ અસર કરે છે

ટીબી મુખ્યત્ત્વે ફેફસાને અસર કરે છે. તે શરીરના અન્ય વિવિધ ભાગોને પણ અસર કરી શકે છે, જેને પછી એક્સટ્રાપલ્મોનરી ટીબી તરીકે ઓળખવામાં આવે છે. આ જ્યારે હાડકાને અસર કરે છે, ત્યારે તે ટ્યુબરક્યુલોસ ઓસ્ટીયોમેલિટીસ અથવા સાદી ભાષામાં હાડકાનો ટ્યુબરક્યુલોસિસ (ટીબી) તરીકે ઓળખાય છે. હાડકાનો ટીબી શરીરના વજનને આધાર આપતા હાડકા, સાંધાઓ, કરોડરજ્જુના મણકાને સૌથી વધુ અસર કરે છે.

30માંથી 1 દર્દી સ્પાઈનમાં ટીબીની સમસ્યા

આ અંગે સિવિલિ મેડિસિટીમાં આવેલી સ્પાઈન ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડૉ.પીયૂષ મિત્તલે જણાવ્યું કે, ‘હાલ સિવિલની સ્પાઈન ઈન્સ્ટિટયુટમાં આવતા સરેરાશ 30માંથી 1 દર્દી સ્પાઈનમાં ટીબીની સમસ્યા સાથે આવે છે. સ્પાઈનમાં ટીબીનું નિદાન થાય અને તકેદારી રાખવામાં આવે નહીં તો લકવો, હાથ-પગ કામ કરતાં બંધ થઇ જવા, અતિશય નબળાઈ આવવા સહિતનું જોખમ રહે છે. અલબત્ત, આ પ્રકારની સમસ્યા કામચલાઉ હોય છે. સમયસર સારવાર શરૂ થાય તો તેમાંથી ઝડપથી સાજા પણ થઈ શકાય છે. ટીબીથી સાજા થવું શક્ય છે.’

Back to top button