ગુજરાત

ગુજરાતમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ આજે ગુજકેટની પરીક્ષા આપી

Text To Speech
  • સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી પરીક્ષામાં યોજાઇ
  • રાજ્યના 626 બિલ્ડીંગોમાં ગુજકેટની પરીક્ષા થઇ
  • અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં પેપર આવ્યા

રાજ્યના 1.30 લાખ વિદ્યાર્થીઓ માટે આજે ગુજકેટની પરીક્ષા યોજાઇ છે. જેમાં ઇજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ જરૂરી છે. તેમજ પરીક્ષામાં 1.30 લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. જેમાં અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં પરીક્ષા યોજાઇ હતી.

રાજ્યના 626 બિલ્ડીંગોમાં સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી પરીક્ષામાં યોજાઇ

રાજ્યમાં ઇજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા લેવાઇ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનારી પરીક્ષામાં 1.30 લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. રાજ્યના 626 બિલ્ડીંગોમાં સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી પરીક્ષામાં ત્રણ માધ્યમમાં પ્રશ્નપત્ર અપાયા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનારી ગુજકેટ માટે સમગ્ર રાજ્યના 1,30,516 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ અને સ્કૂલોએ વેબસાઈટ પરથી હોલ ટિકીટ ડાઉનલોડ કરી લીધી હતી

ગુજકેટની હોલ ટિકીટ બોર્ડ દ્વારા ઓનલાઈન અપલોડ કરી દેવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ અને સ્કૂલોએ વેબસાઈટ પરથી હોલ ટિકીટ ડાઉનલોડ કરી લીધી હતી. જોકે, વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટની સાથે કોઈ પણ એક ફેટો આઈડી પ્રૂફ્ જેમ કે આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાઇસન્સ અથવા તો ધોરણ-12ની પરીક્ષાની હોલ ટિકિટ સાથે લઈને ગયા હતા. બોર્ડ દ્વારા આ અંગે ખાસ નોંધ લેવા માટે વિદ્યાર્થીઓને તાકીદ કરવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવ્યા હતા. ધોરણ-12 સાયન્સમાં ફ્ઝિીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ વિષયોમાં NCERTના પાઠય પુસ્તકનો અમલ કરવામાં આવ્યો છે.

Back to top button