1, 2, 3, 4, 5, 6….18… OMG આટલા બધા? જૂઓ વીડિયો


- સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો, કારનો દરવાજો ખુલતાની સાથે જ તેમાંથી એટલા બધા લોકો બહાર આવે છે કે તમારે આંગળીના વેઢે ગણવા પડશે
HD ન્યૂઝ ડેસ્ક, 28 ફેબ્રુઆરી: સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાયે વીડિયો પોસ્ટ કરવામાં આવે છે અને તેમાંથી કેટલાક વીડિયો વાયરલ પણ થાય છે. ક્યારેક ડાન્સનો વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક ફાઈટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આ સિવાય ક્યારેક આવા વીડિયો પણ વાયરલ થાય છે જેમાં લોકો પોતાની ટેલેન્ટ બતાવતા જોવા મળે છે. પરંતુ અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને ચોક્કસથી તમને નવાઈ લાગશે કે આ કેવી રીકે શક્ય છે?
એક કારમાં આટલા બધા લોકો!
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સ્કોર્પિયો કાર પાર્ક કરેલી જોવા મળે છે. આ પછી, લોકો દરવાજો ખોલે છે અને બહાર નીકળવા લાગે છે. સામાન્ય રીતે સ્કોર્પિયો કારમાં 8 લોકો બેસી શકે છે. પરંતુ જ્યારે લોકો આ વાહનમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે, ત્યારે જે પણ તેને જુએ છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયો બનાવનાર વ્યક્તિ લોકોની ગણતરી કરી રહ્યો છે. જ્યારે છેલ્લી વ્યક્તિ કારમાંથી નીકળી જાય છે, ત્યારે સંખ્યા 18 સુધી પહોંચે છે. 8 સીટર ગાડીમાંથી 18 લોકો નીકળવાને કારણે આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
View this post on Instagram
વીડિયો જોઈ લોકોએ શું કહ્યું?
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર official_the_jyotisingh નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 48 હજાર લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘સ્કોર્પિઓને બસ જાહેર કરી દેવી જોઈએ.’ અન્ય યુઝરે લખ્યું, ‘આનંદ મહિંન્દ્રાને કહેવું પડશે કે સ્કોર્પિઓને હજી થોડોક નાની બનાવે.’ અન્ય યુઝરે લખ્યું, ‘સ્કોર્પિઓ નહીં બસ છે.’
આ પણ વાંચો: ‘મારા લગ્ન કરાવશો તો જ ભણીશ’, 13 વર્ષના બાળકે જીદ કરીને નિકાહ કરી જ લીધા, જૂઓ વીડિયો