ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં 63 ગુન્હાઓના ઝડપાયેલ 1.43 કરોડની 1.06 લાખ દારૂની બોટલોનો કર્યો નાશ

Text To Speech

ડીસા : ડીસામાં આજે મોડી સાંજે તાલુકા હદ વિસ્તારમાં 63 ગુનામાં ઝડપાયેલ અલગ-અલગ બ્રાન્ડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓની હાજરીમાં કુલ 1.43 કરોડ રૂપિયાની કિંમતની એક લાખથી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું હતું.

ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો બનાસકાંઠાની બોર્ડરનો સૌથી વધુ ઉપયોગ કરે છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ રોજબરોજ દારૂ ભરેલી અનેક ગાડીઓને ઝડપી બુટલેગરો પર લગામ કસી રાખે છે. ત્યારે ડીસા તાલુકામાં પણ અલગ અલગ 63 જેટલા ગુનાઓમાં લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. ત્યારે આજે નાયબ કલેક્ટરની દેખરેખ હેઠળ આ તમામ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે નાયબ કલેક્ટર નેહા પંચાલે જણાવ્યું હતુ કે, ડીસા તાલુકા પોલીસ હદ વિસ્તારમાં કુલ 63 જેટલા અલગ અલગ ગુનાઓમાં કુલ 1.06 લાખ જેટલી દારૂની બોટલો ઝડપાઈ હતી. મોડી સાંજે એરપોર્ટ વિસ્તારમાં આ ઝડપાયેલ 1.43 કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કર્યો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં ધર્મ-જાતિના આધારે અશાંત ધારો લાગુ કરવા પર પુન: વિચાર કરવા તજવીજ

Back to top button