કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાંથી દિવાળીએ મોઢું કડવું કરતો 1.04 ટન અખાદ્ય મુખવાસ ઝડપાયો

Text To Speech

સૌરાષ્ટ્રમાં સામાન્ય દિવસોમાં જમ્યા બાદ લોકોને મુખવાસ ખાવાની આદત છે. તેમાં પણ કેટલાક લોકો મુખવાસના એવા શોખીન હોય છે કે તેમના ઘરમાં ક્યારેક એક કે બે કે તેનાથી વધુ વેરાયટીમાં મુખવાસ ઉપલબ્ધ રહે છે. સામાન્ય દિવસો સિવાય ખાસ કરીને દિવાળીમાં લોકો મહેમાનોનું નવા વર્ષમાં સ્વાગત કરવા માટે મીઠા મુખવાસનો વિશેષ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે હવે નકલી ઘી, નકલી મિઠાઈ અને નકલી મસાલા બાદ હવે મુખવાસમાં પણ ભેળસેળની ઘટના સામે આવી છે. રાજકોટમાં દિવાળી પહેલા નકલી મુખવાસનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ ઝડપાયો છે.

નવા નાકા, પરાબજાર વિસ્તારમાં મનપાના દરોડા

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં નવા નાકા પાસે આવેલા પરા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અમૃત મુખવાસ નામની પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી મળી આવેલા મુખવાસમાં કલર મિક્સ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં એટલી હદે ભેળસેળ કરવામાં આવી હતી કે, 1.04 ટન ડુપ્લીકેટ મુખવાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ જામનગરી મુખવાસના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 100 જેટલા મુખવાસની વેરાયટી

ઉલ્લેખનીય છે કે, દિવાળીના સમયે મુખવાસ બજારના ભારે ભીડ જોવા મળી રહે છે. મુખવાસ વગર દિવાળીનો તહેવાર અધુરો રહેતો હોય છે. સામાન્ય રીતે 8 થી 10 મુખવાસ બજારમા જોવા મળે છે. પરંતુ સૌરાષ્ટ્રના બજારોમા એક સાથે 100 પ્રકારના મુખવાસ જોવા મળે છે ત્યારે અહીંના મુખવાસની વિવિધ શહેરોમાં પણ ભારે ડિમાન્ડ જોવા મળે છે. એમા પણ આ વર્ષે દિવાળીના તહેવારોમા મુખવાસના વેચાણમા ખુબ વધારો થયો છે. ત્યારે તેમાં ડુપ્લીકેટ મુખવાસથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.

Back to top button