

કોરોનાએ ફરી એકવાર વિશ્વમાં દસ્તક દીઘી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 30 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 05 કેસ નોંધાયા છે. તે સાથે જ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 47 થઈ ગઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 5 કેસમાં અમદાવાદ 03, સુરત 01, અમરેલી 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા નોંધાય રહ્યો છે. કોરોનાથી 03 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે.
આ પણ વાંચો : આજથી અમદાવાદમાં ભવ્ય ફ્લાવર શોની શરૂઆત, જાણો શું સમયથી લઈ તમામ માહિતી
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને સાવચેતી રાખવા માટે તમામ સત્તામંડળોને સૂચના આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પણ AMCએકોરોનાની એસઓપીના પાલનને લઇને તૈયારીઑ શરુ કરી દીધી છે. જેના પગલે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ પર એલર્ટ થયો છે. તેમજ એકશન પ્લાન પણ તૈયાર કર્યો છે.