નાગાલેન્ડના 6 જિલ્લામાં 0% મતદાન! પોલિંગ બૂથ ખાલીખમ હાલતમાં જોવા મળ્યા, જાણો કેમ?
કોહિમા (નાગાલેન્ડ), 19 એપ્રિલ: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જ્યારે નાગાલેન્ડના છ જિલ્લાઓમાં નહિવત મતદાન નોંધાયું છે. હકીકતમાં, ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO) એ અલગ રાજ્યની માંગને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૂંટણી બહિષ્કારને કારણે પૂર્વી નાગાલેન્ડના છ જિલ્લામાં લગભગ શૂન્ય ટકા મતદાન થયું હતું. જો કે રાજ્યના અન્ય ભાગોમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 51.73% મતદાન નોંધાયું છે.
અલગ રાજ્યની માંગણીને લઈને બંધ પાળ્યું હતું
ENPO પૂર્વી નાગાલેન્ડના સાત આદિવાસી સંગઠનોનું નેતૃત્વ કરે છે, જે 2010થી છ પછાત જિલ્લાઓને સમાવતા અલગ રાજ્યની માંગણી કરી રહી છે. આ જિલ્લાઓમાં સાત નાગા જાતિઓ વસે છે: ચાંગ, કોન્યાક, સંગતમ, ફોમ, યિમખિંગ, ખીમનિયુંગન અને તિખિર. અલગ રાજ્યની તેમની માંગને પ્રદેશ સાથે જોડાયેલા સુમી જાતિના એક વર્ગનું સમર્થન પણ છે. ENPO એ 18 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યાથી સમગ્ર પૂર્વ નાગાલેન્ડ અધિકારક્ષેત્રમાં “અનિશ્ચિત સમય માટે સંપૂર્ણ બંધ” ની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, નાગાલેન્ડના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણીમાં વિક્ષેપ પાડવા બદલ ENPOને નોટિસ પાઠવી છે.
#LokSabhaElection2024 #Nagaland
In Kiphire, Eastern Nagaland where the polling stations saw zero voter turnout. pic.twitter.com/ykOwpSKII9— Naga Hills (@Hillsnaga) April 19, 2024
CEC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ENPO એ લોકસભા ચૂંટણીમાં પૂર્વી નાગાલેન્ડમાં રહેતા લોકોના અધિકારોના મુક્ત ઉપયોગમાં દખલ કરીને ચૂંટણી પ્રક્રિયાને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી સંસ્થાને કારણદર્શક નોટિસ પાઠવીને તેનો જવાબ માંગવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મતદાન LIVE: ઉત્તરાખંડમાં મતદારે EVM તોડ્યું, મણિપુરમાં પોલિંગ બૂથ પર ફાયરિંગ, 3 ઘાયલ