ટ્રેન્ડિંગબિઝનેસમનોરંજન

₹92 કરોડ ટેક્સ ભરે છે શાહરૂખ, સલમાન સહિત અન્ય પણ હાઈએસ્ટ ટેક્સ પેયર્સના લિસ્ટમાં સામેલ

Text To Speech
  • શાહરૂખે ₹92 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. કિંગ ખાન પછી વિજય થલપતિએ ₹80 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે અને સલમાન ખાને ₹75 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે

5 સપ્ટેમ્બર, મુંબઈઃ ફિલ્મ સ્ટાર્સ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે. અભિનેતા શાહરૂખ ખાને 2024માં તમામ ભારતીય સેલિબ્રિટીઓમાં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે. ફોર્ચ્યુન ઈન્ડિયા અનુસાર, શાહરૂખે ₹92 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. કિંગ ખાન પછી વિજય થલપતિએ ₹80 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે અને સલમાન ખાને ₹75 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. બોલિવૂડ એક્ટર શાહરૂખે અમિતાભ બચ્ચન અને સલમાન ખાનને પણ ટેક્સ ભરવામાં પાછળ છોડી દીધા છે. આ યાદીમાં અન્ય ઘણા સ્ટાર્સના નામ પણ સામેલ છે. ફોર્ચ્યુન ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2023-34માં સૌથી વધુ ટેક્સ ભરનારા ઈન્ડિયન સેલિબ્રીટીઝનું લિસ્ટ જારી કર્યું છે.

શાહરૂખ ખાન

ત્રણ બેક ટુ બેક હિટ ફિલ્મો આપનાર શાહરૂખ ખાન ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બની ગયો છે. અભિનેતાએ 2024માં 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.

₹92 કરોડ ટેક્સ ભરે છે શાહરૂખ ખાન, સલમાન સહિત અન્ય પણ હાઈએસ્ટ ટેક્સ પેયર્સના લિસ્ટમાં સામેલ hum dekhenge news

થલપતિ વિજય

શાહરૂખ ખાન બાદ સાઉથ સ્ટાર થલપતિ વિજય બીજા નંબર પર છે. તેણે આ વર્ષે રૂ. 80 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.

સલમાન ખાન

‘દબંગ’ એક્ટર સલમાન ખાન ત્રીજા સ્થાને છે. તેણે રૂ. 75 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો.

અમિતાભ બચ્ચન

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રૂ. 71 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે અને તેઓ આ યાદીમાં ચોથા નંબરે છે. તેમણે ‘કલ્કિ 2898 એડી’ 2024ની સૌથી મોટી હિટ ફિલ્મ આપી હતી.

વિરાટ કોહલી

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પાંચમા સ્થાને છે. તેણે રૂ. 66 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. આ સાથે તે 2024માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર એથ્લેટ પણ બની ગયો છે.

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ટોપ 10 સેલિબ્રિટીઝ કોણ છે?

અજય દેવગણે રૂ. 42 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો, જ્યારે રણબીર કપૂરે રૂ. 36 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. ફિલ્મ ‘શૈતાન’ અને ‘મેદાન’માં જોવા મળેલા અજય દેવગણે આ વર્ષે 42 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. એમએસ ધોની રૂ. 38 કરોડની ટેક્સ ચૂકવણી સાથે સાતમા સ્થાને છે. નવમા અને દસમા સ્થાને ‘ફાઇટર’ અભિનેતા રિતિક રોશન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે, જેમણે રૂ. 28 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.

આ પણ વાંચોઃ થલપતિ વિજયની ફિલ્મ GOATને જબરજસ્ત પ્રતિસાદ, ફેન્સે કહ્યું, બોક્સ ઓફિસ હીરો

Back to top button