ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભના સમાપન પર સીએમ યોગી પ્રયાગરાજ પહોંચ્યા, સફાઈ અભિયાનમાં જોડાયા, તમામ ઘાટનું કર્યું નિરીક્ષણ

Text To Speech

પ્રયાગરાજ, 27 ફેબ્રુઆરી 2025: મહાકુંભના 45 દિવસના મહાઆયોજનના સમાપન પર યૂપીના સીએમ યોગી આદિત્યનાથ પ્રયાગરાજ પહોંચ્યા છે. આસ્થાની ડુબકી લગાવવા માટે કરોડો શ્રદ્ધાળુઓ આવ્યા અને હવે સફાઈ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. સીએમ યોગીએ સંગમ ઘાટ પર સફાઈ કરી હતી. બંને ડેપ્યુટી સીએમ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. રાજ્યના કેટલાય સિનિયર મંત્રી અને અધિકારીઓ હાલમાં પ્રયાગરાજમાં છે. સીએમ યોગી તમામ ઘાટોનું નિરીક્ષણ કરી રહ્યા છે.આ ઉપરાંત મહાકુંભના સફળ આયોજનને લઈને વાત કરી રહ્યા છે.

66 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડુબકી

તીર્થરાજ પ્રયાગરાજની પાવન ધરતી ત્રિવેણીની ગોદમાં 66 કરોડથી વધારે લોકોએ કોઈ પણ ભેદભાવ વિના પવિત્ર સ્નાન કર્યું. આ સંખ્યા દેશની લગભગ અડધી સદી વસ્તી છે. આ મહાકુંભે રાજ્ય અને દેશનું માથું ગર્વથી વિશ્વમાં ઊંચું કરી દીધું છે. મહાકુંભમાં આ વખતે 20 લાખથી વધારે લોકોએ કલ્પવાસ કર્યો. મહાકુંભમાં 50થી વધારે દેશોના શ્રદ્ધાળુઓે આવ્યા હતા.

પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ ભરાતા આ મહાકુંભ મેળામાં 66 કરોડથી વધારે લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. મહાકુંભ મેળાની શરુઆત 13 જાન્યુઆરીથી થઈ હતી. 26 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રીના અંતિમ સ્નાન સાથે તેનું સમાપન થયું. આ દિવસે પણ લગભગ 1.32 કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું. સીએમ યોગીએ આ સફળ આયોજન માટે તમામ સાધુ સંતો અને શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કર્યો.

આ પણ વાંચો: મહાશિવરાત્રિ/ પ્રયાગરાજમાં મહાકુંભની છેલ્લી આરતી, જુઓ વીડિયો

Back to top button