બનાસકાંઠા: રાજયોગ મેડીટેશન, વ્યાયામ, સંતુલિત ભોજન, સકારાત્મક આધ્યાત્મક જીવન શૈલીથી 12000 હૃદય રોગી દર્દીઓને બ્લોકેજ ખુલી
પાલનપુર: વર્તમાન સમયમાં નાની ઉંમરના હૃદય રોગના રોગમાં વૃદ્ધિ ભારત માટે પણ ચિંતાનો વિષય છે. અનેક કારણોના તારણ નિવારણ બાદ પણ બ્લોકેજ ના કેસો વધતા જાય છે. ત્યારે તેના નિયંત્રણ માટે અદભુત ગહન ચિંતન જીવન શૈલી-ભોજનમાં પરિવર્તન સમયની અનિવાર્યતા છે. આ દિશામાં બ્રહ્માકુમારીઝ મેડિકલ પ્રભાગ દ્વારા 10 દિવસીય 3ડી કેડ પ્રોગ્રામનો આબુ શાંતિવન ખાતે આરંભ થયેલ છે.
આબુ શાંતિવન ખાતે 10 દિવસીય 3ડી કેડ પ્રોગ્રામનો શુભારંભ
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર 1998 થી જેમની 90 ટકા બ્લોકેજ હતી. દર્દીઓના સંગઠનને આબુ ખાતે બોલાવી તેમને મનની શાંતિ, શક્તિ અને સકારાત્મકતા વિષય ઉપર ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની તપાસમાં બ્લૉકેઝ નિયંત્રિત થઈ અને કેટલાય દર્દીને ઝીરો થઈ ગયેલ છે.
મનના વિચારોની શરીર પર પડતી અસરો પર ગહન ચિંતન
થ્રી ડી કેડ પ્રોગ્રામના શુભ આરંભે પોતાનું વ્યક્તવ્ય આપતા પ્રસિદ્ધ હૃદય રોગ નિષ્ણાત ડો. સતીષ ગુપ્તાએ જણાવેલ કે, જ્યારે આપણે ઉતાવળ, ચિંતા, ગુસ્સો, ડર (ડિપ્રેશન), હાઇપર ટેન્શન સર્વ કાર્યમાં જલ્દી – ઉતવાળ, અસંતોષ-નકારાત્મક વિચાર ભયથી મન બીમાર થઈ જાય છે. વારંવાર આ પ્રકારની જીવનશૈલીની અસર શરીરમાં બીમારી પેદા થઈ જાય છે. બ્લોકેજમાં વધારો કરે છે. આવા દર્દીઓને 10 દિવસીય અધ્યાત્મ સકારાત્મક જીવનશૈલી માટે રાજ યોગા મેડીટેશન, પ્રેરણાદાઈ વક્તવ્ય, ખુશી-સુખ, શુભ ભાવના, સદભાવના આપશે. જે દર્દીઓની મનની શક્તિનો પ્રભાવ શરીરમાં ઉત્પન્ન કરી નિરોગી શરીર બનાવે છે. શક્તિશાળી ઓરા દ્વારા નકારાત્મકતાનો સામનો કરવા સક્ષમ બને છે.
ડોક્ટર ગુપ્તાએ 12000 દર્દીઓની 70 થી 90 ટકા બ્લોકેઝ ખોલીને મેડિકલ સાયન્સને પણ. આશ્ચર્ય ચકિત કરેલ છે. તેમજ શાકાહારી મર્યાદિત ભોજન શૈલી અને નિયમિત તન અને મનનો વ્યાયામ પણ કરાવવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારીઝના શાંતિવન ખાતે આ શિબિરના પ્રારંભમાં દાદી રતન મોહિનીજીએ સર્વને આશીર્વચન આપી નિરોગી જીવન ના વરદાન સાથે ટ્રેનિંગનો શુભારંભ કરાવેલ છે. જેનો અનેક દર્દીઓ લાભ લઈ રહેલ છે.
આ પણ વાંચો :કર્ણાટક ચૂંટણી : સત્તા મેળવવા ભાજપ કરશે સોશિયલ એન્જિનિયરિંગનો પ્રયાસ, જાણો કેમ ?