છેલ્લા ઘણાં દિવસથી વિજળી સંકટની ચર્ચાએ જોર પકડ્યું છે. દરરોજ આ સંકટના અલગ-અલગ કારણ સામે આવી રહ્યાં છે. ક્યારેક ડિમાન્ડ-સપ્લાઈની વાત કરવામાં આવે છે તો ક્યારેક વિજળી કંપનીઓની બાકી નીકળતી રકમ, ક્યારેક ગરમીનું કારણ આગળ કરવામાં આવે છે, તો ક્યારેક કોલસાની ઉણપ. અંતે શું છે સાચું કારણ તેને લોકો અવઢવમાં છે. ત્યારે આવો જાણીએ આ સંકટનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરીએ.
17 માર્ચ, 2022 રોજ લોકસભામાં સરકારને સવાલ કરવામાં આવ્યો કે શું દેશમાં વિજળીની અછત છે? જેનો જવાબ ઉર્જા મંત્રી આરકે સિંહે આપ્યો. તેમને કહ્યું વિજળીની માગને પૂરી કરવા માટે પર્યાપ્ત ઉપલબ્ધતા છે. ઉર્જા મંત્રીએ આંકડા રજૂ કરતા જણાવ્યું કે 28 ફેબ્રુઆરી સુધીની સ્થિતિ મુજબ દેશમાં વિજળી ઘરની કુલ ઉત્પાદન ક્ષમતા લગભગ 395.6 ગીગાવોટ છે અને મહત્તમ માંગ માત્ર 203 ગીગાવોટ સુધીની જ . આ વાતને દોઢ મહિના પણ નથી થયો અને દેશમાં વિજળીનું સંકટ વધવા લાગ્યું. કહેવાય છે કે ગરમી વધતા એકાએક વધેલી માગને કારણે આવું થઈ રહ્યું છે. એમ પણ કહેવામાં આવ્યું કે વિજળી માગ રેકોર્ડ સ્તરે છે. મહત્તમ 207.11 ગીગા વોટ એટલે કે સરકાર દ્વારા બતાવવામાં આવેલી ઉત્પાદન ક્ષમતા 395.6 ગીગોવોટથી ઘણી ઓછી.
વધુ એક વાત કરવામાં આવી રહી છે કે કોલસાની ઉણપને કારણે આ સંકટ જોવા મળી રહ્યું છે. આ મુદ્દે શનિવારે સરકાર તરફથી એક નિવેદન પણ સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે UPAના સમયમાં 566 મિલિયન ટન કોલસાની આપૂર્તિ થતી હતી અને આજે અમે 818 મિલિયન ટન આપૂર્તિ કરી રહ્યાં છે. સરકારના આ દાવા પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પલટવાર કર્યો છે. બઘેલે સવાલ કર્યો કે- કોલસાની ઉણપ નથી તો દેશભરમાં ટ્રેન કેમ કેન્સલ કરવામાં આવી રહી છે? બઘેલે કહ્યું- વિદેશથી આટલા મોંઘા કોલસા મંગાવી રહ્યાં છે અને રાજ્યોને રોયલ્ટી પણ નથી આપી રહ્યાં. રાજ્યોને નુકસાન પહોંચાડી રહ્યાં છે, અહીંના કોલસાને રોયલ્ટી પણ નથી આપી રહ્યાં.
મુશ્કેલી શું છે?
એક્સપર્ટના જણાવ્યા મુજબ વધતી ગરમીની સાથે વિજળીની માગ વધી રહી છે. આ માગ રેકોર્ડ સ્તરે છે. આ માગને પૂરી કરવા માટે વિજળી કંપનીઓની પાસે કોલસાની ઉણપ છે. કોલસાની માગ અને ખપતમા 20 ટકાનો વધારો થયો છે. અચાનક વધેલી માગને પુરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 2021ની તુલનાએ કોલસા કંપનીઓએ આ વર્ષે એપ્રિલમાં 15 ટકા વધુ કોલસા વિજળી કંપનીઓને સપ્લાઈ કરે છે. જે માગની તુલનાએ પાંચ ટકા ઓછી છે.
આ સંકટ પર એક મોટું કારણ વિજળી કંપનીઓની બાકી નીકળતી રકમ પણ છે. એક બાજુ વિજળી વિતરણ કંપનીઓએ વિજળી ઉત્પાદન કંપનીઓના કરોડો રૂપિયાની ચુકવણી નથી કરી. તો બીજી બાજુ વિજળી ઉત્પાદન કંપનીઓ પણ કોલસા કંપનીઓને કરોડો રુપિયા સલવાઈ રાખ્યા છે. રિપોટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બાકી નીકળતી રકમ લગભગ 1.23 ટ્રિલિયન રૂપિયા સુધીનું છે. જે ગત વર્ષની તુલનાએ લગભગ 17 ટકા વધુ છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાના જેવા રાજ્યોની આ બાકી નીકળતી રકમમાં 70 ટકા ભાગીદારી છે.
જો કે NTPC જેવી સરકારી કંપનીઓને રકમની ચુકવણી થઈ નથી તેમ છતાં તેઓ સપ્લાઈ કરી રહ્યાં છે. તો કેટલીક કંપનીઓના નિયમ પછી ચુકવણી ન થઈ હોવાને કારણે સપ્લાઈમાં આનાકાની કરી રહ્યાં છે. કેન્દ્રીય ઉર્જા સચિવ આલોક કુમારે એક અખબારને કહ્યું કે જે છ રાજ્યોમાં સૌથી વધુ બાકી છે ત્યાંની રાજ્ય સરકાર જે સબસિડી આપે છે તેની ચુકવણી ડિસ્કોમને નથી કરી શકી. આ સાથે જ સરકારી વિભાગોના વિજળી બીલ પણ ઘણાં બાકી છે.
કોલસાની ડિમાન્ડ અને સપ્લાઈની શું સ્થિતિ છે?
29 એપ્રિલે મહત્તમ માગ 207.11 ગીગાવોટ સુધી પહોંચી ગઈ, જે એક રેકોર્ડ છે. હાલ દેશમાં કુલ 214 મિલિયન યુનિટ ઉર્જાની ઘટ જોવા મળી રહી છે. સૌથી વધુ ઉત્તરી ક્ષેત્રમાં 156.5 મિલિયન યુનિટ ઉર્જાની ઉણપ રહી. એટલે કે આ વિસ્તારમાં સૌથી વધુ સંકટ જોવા મળ્યું. તો બીજી તરફ તે અંતર છે જેના કારણે વિજળીનું સંકટ વધ્યું છે. જો કે 30 એપ્રિલ અને 1 મેનાં રોજ વિજળીની ડિમાન્ડમાં ઘટાડો આવ્યો છે. આ સાથે જ ડિમાન્ડ સપ્લાઈના અંતરમાં પણ ઉણપ આવી છે. 1 મે તો આ ડિમાન્ડ 200 ગીગાવોટથી પણ ઓછી થઈ હતી.
ઉર્જાની ડિમાન્ડ અને સપ્લાઈમાં અંતરનું કારણ કોલસાની સપ્લાઈ નહીં થવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંતરને ઘટાડવા માટે રેલવેએ 650થી વધુ પેસેન્જર ટ્રેનને રદ કરીને માલગાડીઓને ફેરા વધાર્યા છે, જેનાથી પાવર પ્લાન્ટ સુધી ઝડપથી કોલસો પહોંચાડી શકાય. કોલસાથી વિજળી પેદા કરનારા થર્મલ પાવર પ્લાન્ટમાં ઓછામાં ઓછા 24 દિવસનો કોલસાનો સ્ટોક હોવો જોઈએ, પરંતુ દેશના અનેક એવા પ્લાન્ટ છે જ્યે 10 દિવસથી પણ ઓછો કોલસો વધ્યો છે.
શું ભવિષ્યમાં સ્થિતિ વધુ વણસી શકે છે?
છેલ્લા બે દિવસમાં હવામાનમાં બદલાવ અને ડિમાન્ડમાં ઘટાડાને કારણે હાલ આ સંકટ થોડું ઘટ્યું છે. જો કે આવનારા દિવસોમાં ગરમી હજુ વધશે, ત્યારે વિજળીની માગ ફરી વધશે. એવામાં કોલસ કંપનીઓથી લઈને વિજળી કંપનીઓએ આ માટની તૈયારી કરવાની જરૂર છે. દેશમાં કોલસાના કુલ ઉત્પાદનમાં 80 ટકા કોલ ઈન્ડિયા કરે છે. રેકોર્ડ ઉત્પાદન પછી પણ માગ અને આપૂર્તિનું અંતર નથી ઘટી રહ્યું. જેને જોતા કોલ ઈન્ડિયા આ નાણાકીય વર્ષમાં આપૂર્તિને 4.6 ટકાથી વધારીને 565 મિલિયન ટન કરવાનું લક્ષય રાખ્યું છે. વધતી માગને જોતા વિજળી મંત્રાલયે કોલસાની આયાત વધારીને 36 મિલિયન ટન કરવાનું કહ્યું છે. જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે.
છ મહિના પહેલા પણ આ પ્રકારના સંકટની વાતો સામે આવી હતી, તેનું કારણ શું હતું?
કોરોનાની બીજી લહેર પછી દેશના ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં વિજળીની ડિમાનન્ડ વધી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી છે. જ્યારે દેશમાં કિંમત ઘણી ઓછી હતી. આ અંતરના કારણે આયાત મુશ્કેલી વધી. તે સમયે કોલ ઈન્ડિયાએ કહ્યું હતું કે ઈન્ટરનેશનલ માર્કેટમાં કિંમત વધવાને કારણે આપણે ઘરેલુ કોલસા ઉત્પાદન પર નિર્ભર થવું પડ્યું છે. ડિમાન્ડ અને સપ્લાઈમાં આવેલા અંતરના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. જો કે શિયાળાની શરૂઆતની સાથે સ્થિતિ નથી બગડી. તે સંકટ સમયે વિજળીની માગ અને આપૂર્તિમાં એક ટકાનું અંતર હતું. જ્યારે છેલ્લા સાત દિવસમાં જ આ અંતર 1.4 ટકા થઈ ગયું છે. આ વખતે ગરમીઓની શરૂઆતમાં એવી સ્થિતિ ઊભી થઈ છે. આગળ વિજળીની માગ હજુ વધશે. રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ વધુને વધુ બગડી રહી છે. આ કારણે સંકટ હજુ વિકટ બની શકે છે.