ઉત્તર ગુજરાતગુજરાત

દાંતીવાડાના વાઘરોલ પાસે સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત: દંપતીને ગંભીર ઈજા

Text To Speech

પાલનપુર, 31 ઓગસ્ટ 2024, દાંતીવાડા તાલુકાના ભાખર નજીક સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આધેડ દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સ્વીફ્ટ કાર ચાલકને ઝડપી પાડ્યો
આ અંગેની વિગત એવી છે કે, દાંતીવાડા તાલુકાના ભાખર નજીક સ્વીફ્ટ કાર નં. GJ-08-BH-0970 અને બાઇક નં. GJ-8-AC-8145 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ કાર ચાલકે બાઇક ચાલક કેવળજી ગીગાજી પરમાર (માળી) (ઉંમર વર્ષ 65) અને સમોબેન કેવળજી પરમાર (માળી) (ઉંમર વર્ષ 60) (બંને રહેવાસી માલગઢ કુંપટ પાટીયા નજીક, તાલુકો ડીસા) ને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સ્વીફ્ટ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે સમોબેન કેવળજી પરમાર (માળી) ને ગંભીર ઇજાઓ પહોંચતાં આઇ.સી.યુ.માં ખસેડવાની ફરજ પડી હતી.

આ પણ વાંચોઃડીસાના ગંગાજી વ્હોળા પાસે ડિવાઇડર સાથે અથડાતા કાર પલટી, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

Back to top button