ફૂડહેલ્થ

ચોમાસામાં ટ્રાઈ કરો આ 10 પ્રકારની ચા, આવશે વરસાદની મજા

આ વખતે ચોમાસાની ઋતુમાં ઘરે જ 10 અલગ અલગ પ્રકારની ચા બનાવીને ટ્રાય કરો, સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેથી ભરપૂર છે.
ચોમાસું શરુ થઇ ગયું છે અને આ દરમિયાન સારી આદુ વાળી ચા મળી જાય તો મજા આવી જાય. પણ રોજ એક જ પ્રકારની ચા કદાચ તમને આ રીતે પ્રભાવિત ન કરે. તેની જગ્યાએ તમે જો રોજ તમારી ચા પેટર્નને એક નવા પ્રકારની ચા સાથે ટ્રીટ આપો, તો બની શકે કે તે તમને સારી લાગે. હકીકતમાં ભારતમાં લોકો પોતાના હિસાબે અલગ અલગ પ્રકારની ચા પીવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સામાન્ય દેખાતી ચા માં કેટલા વેરીએશન્સ બનાવવામાં આવી શકે છે?
આજે અમે તમને એવા જ 10 ચર્ચિત વેરીએસન્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો નોર્મલ ચાને થોડો અલગ ટેસ્ટ આપવા માટે ઉપયોગ કરી શકાય છે.

(1) તજ વાળી ચા : તજનો ફ્લેવર ચા ને ઘણો જ અલગ સ્મોકી ટેસ્ટ આપે છે. આ ચા તે લોકો માટે ઘણી સારી સાબિત થઇ શકે છે જેને આદુ પસંદ નથી પણ ચા માં કાંઈક અલગ ટેસ્ટ ઈચ્છે છે. રોજની ચા માં એક ઉભરો આવ્યા પછી વાટેલો તજ પાવડર ( ઞ ચમચી) કે પછી 1 નાનો એવો તજનો ટુકડો નાખો અને તેને સારી રીતે ઉકાળો. આ ચા ને થોડી વધુ પકાવવાની રહેશે કેમ કે તજનો ફ્લેવર આવ્યા પછી ચા કાચી રહે તો સારી નથી લાગતી.
ટીપ : આ ચામાં ખાંડ થોડી ઓછી નાખો કેમ કે તજમાં તેની અલગ મીઠાશ અને ફ્લેવર હોય છે જેથી ચા વધુ મીઠી સારી નહિ લાગે.

(2) લવિંગ અને ઈલાયચી વાળી ચા : આદુ વાળી ચા પછી કદાચ આ સૌથી વધુ પ્રિય અને ચર્ચિત ચા છે. આ ચા ની સુગંધ સૌથી અનોખી આવે છે અને લવિંગ-ઈલાયચી હોવાને કારણે તે તમારા ગળામાં પણ રાહત આપશે.
કેવી રીતે બનાવવી? રોજની ચા માં ચા પત્તી સાથે 4 લવિંગ અને ઈલાયચી ક્રશ કરીને નાખી દો. ઈલાયચી વધુ ન નાખો નહિ તો ફ્લેવર એટલો વધુ થઇ જશે કે ચા પી નહિ શકાય. તેને બસ એમ જ પકાવી લો જેવી રીતે રોજ પકાવો છો.
ટીપ : લવિંગ અને ઈલાયચીને હંમેશા ક્રશ કરીને જ નાખો તે ફ્લેવર માટે સારું રહેશે.

(3) તુલસી વાળી ચા : જો તમને શરદી ખાંસી થઇ રહી છે તો તુલસી વાળી ચા બેસ્ટ સાબિત થઇ શકે છે. તેનો તેજ ફ્લેવર તમારી શરદીને દુર કરવા માટે પુરતો છે.
કેવી રીતે બનાવવી? પાણી સાથે ચા પત્તી અને તુલસીના 3-4 વાટેલા પાંદડા પહેલા ઉકાળી દો. ત્યાર પછી ચાની સામગ્રી નાખો, તે ચા ઘણી સ્વાદિષ્ટ બનશે.
ટીપ : તુલસીના પાંદડા વધુ ન નાખો કેમ કે તેમાં પારો હોય છે અને વધુ પાંદડા નુકશાન કરી શકે છે.

(4) લીંબુ વાળી ચા : નોર્મલ દૂધ વાળી ચા તો રોજ પીવામાં આવે છે, પણ આ વાતાવરણમાં લીંબુ વાળી ચા પીવાની મજા જ કાંઈક અલગ હશે.
કેવી રીતે બનાવવી? પાણી સાથે ચા પત્તી, થોડી એવી ખાંડ, લીંબુની એક સ્લાઈસ નાખીને ઉકાળો અને તેને ગાળી લો. ઉપરથી ફુદીનાના પાંદડા નાખીને તેની મજા લો.
ટીપ : તેમાં વધુ વસ્તુ ન નાખો માત્ર લીંબુનો ફ્લેવર જ તમને સારો ટેસ્ટ આપશે.

(5) મસાલા ચા : અલગ અલગ મસાલા સાથે મિક્સ કરીને બનાવવામાં આવતી ચા ખરેખર સૌથી સારી હોય છે. ચોમાસાની સીઝનમાં મસાલા ચા એક એવી પસંદગી છે જે ઘણા બધા લોકો પસંદ કરે છે.
કેવી રીતે બનાવવી? એક તો તમે બજાર માંથી મસાલા ચા પાવડર લઇ આવો અથવા તો પછી વરીયાળી, ઈલાયચી, લવિંગ, તજ, આદુ, કાળા મરી વગેરેને વાટીને તેઓનો ચા માં ઉપયોગ કરો. જો પાવડરનો ઉપયોગ કરી રહ્યા છો તો અડધી ચમચી નાખો, અને જો આખા મસાલાનો ઉપયોગ કરી રહ્યા છો તો બધું મળીને અડધી ચમચી થવું જોઈએ. તેને દૂધ ઉકળી ગયા પછી નાખો અને થોડી વાર હલાવો.
ટીપ : ઘણા લોકોને લવિંગ અને કાળા મરી એક સાથે પસંદ નથી આવતા એટલા માટે તમારા હિસાબે મસાલા નાખો.

(6) હળદર વાળી ચા : હળદર વાળું દૂધ તો પહેલાથી ફેમસ હતું સાથે જ હવે હળદર વાળી ચા પણ ધીમે ધીમે લોકોને પસંદ આવી રહી છે. તે એક નવો ટ્રેંડ બનીને ઉભરે છે જેને આરોગ્ય માટે સારુ પણ માનવામાં આવે છે.
કેવી રીતે બનાવવી? આ ચા બનાવવા માટે તમે પહેલા દૂધ અને ચા પત્તી સાથે થોડી એવી હળદર (એક કે બે ચપટી) નાખો. તેમાં એંટી-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે.
ટીપ : તેમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરશો તો તે સ્વાદમાં વધુ સારી રહેશે.

(7) રોંગા સાહ : આ એક આસામી ચા છે જે દૂધ વગર બનાવવામાં આવે છે. તેને મોટાભાગે કાંસાના વાસણમાં સર્વ કરવામાં આવે છે અને તેનો રંગ જોઈને લોકો આકર્ષિત થાય છે.કેવી રીતે બનાવવી? તેમાં ખાસ રોંગા સાહ આસામી ચા પત્તીઓ ઉપયોગમાં લેવાય છે એટલે તેનો રંગ લાલ આવે છે. તેને તમે દૂધ વગર બનાવો, અને ચા પત્તીને પાણી સાથે પહેલા લાલ રંગ આવવા સુધી સારી રીતે ઉકાળો પછી તેમાં ખાંડ, તુલસી વગેરે જે પણ નાખવું હોય તે નાખો.
ટીપ : તે બનાવવાની રીત પહેલા સારી રીતે જોઈ લો કેમ કે જો તમે ચા પત્તી વધુ નાખી દીધી તો તમારી ચા વધુ કડવી થઇ જશે.

(8) સુલેમાની ચા : આ બ્લેક ટી છે જે કેરળ માલાબાર રીજનમાં ઘણી વધુ પ્રસિદ્ધ છે. આ ચાનો ફ્લેવર ઘણો જ અલગ હોય છે જે તમે સરળતાથી દરેક જગ્યાએ નહી મેળવો. તે અરેબીક ચા છે જેનો સ્વાદ તમને ઘણો યુનિક લાગશે.
કેવી રીતે બનાવવી? તેમાં 1.5 ઇંચ તજની સ્ટીક, 2 પાંદડા ફુદીનો, 5-5 લવિંગ અને ઈલાયચી, 1 ચમચી ખાંડ જોઇશે. ચા પત્તી ચમચીથી વધુ ન નાખો જેથી ચા કડવી ન થાય. તેને ઉકાળો અને તેમાં તમે ખાંડને બદલે મધ કે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો.
ટીપ : આ ચા ફુદીના વગર પણ બનાવી શકાય છે, પણ એવું કરો ત્યારે ઈલાયચી થોડી ઓછી નાખો.

(9) ગોળવાળી ચા : દેશી રીતે બનાવવામાં આવેલી ગોળ વાળી ચા નો સ્વાદ ખાંડ વાળી ચા થી ઘણો અલગ હોય છે, અને આ ચા એટલી સારી હોય છે કે વરસાદની સીઝનમાં તે તમને ઘણી ટેસ્ટી લાગશે.
કેવી રીતે બનાવવી? આ ચા બનાવવા માટે તમારે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવાનો છે. ગોળને થોડો ક્રશ કરી લો જેથી તે ચા માં સારી રીતે મિક્સ થઇ જાય.
ટીપ : ગોળને સૌથી અંતમાં નાખો ત્યાર પછી ચા ને ઉકાળવાની નથી.

(10) કાશ્મીરી કહવા : આ ચા શિયાળા અને ચોમાસા જેવી ઋતુ માટે ઘણી જ સારી છે અને તેમાં કેસરનો ઉપયોગ પણ વધુ કરવામાં આવે છે.
કેવી રીતે બનાવવી? સૌથી પહેલા કેસરના એક બે તાંતણા હુફાળા પાણીમાં નાખીને મૂકી દો. ત્યાર પછી તમે એક ચા ઉકાળવાના વાસણમાં પાણી સાથે કાશ્મીરી ચા પત્તી, લવિંગ, ઈલાયચી, તજ, કાળા મરી વગેરે નાખીને 3-4 મિનીટ ઉકાળો. ત્યાર પછી તમારે તેને ગાળીને તેમાં કેસરનું પાણી ભેળવવાનુ છે અને તેને સર્વ કરવાની છે. આ બધી વસ્તુ તમારે તમારા ફ્લેવરને કારણે વધુ પસંદ આવી શકે છે.

Back to top button