આણંદ: નગરપાલિકા ચૂંટણીમાં લાઉડ સ્પીકર મામલે જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું


- આણંદ જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓ સહિતની ચૂંટણી
- હુકમ ફરમાવતું જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું
- તા.૨૧મી ફેબુ્રઆરી સુધી લાઉડ સ્પીકર માટે હુકમો કર્યા
આણંદ જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓ સહિતની ચૂંટણી અંગે અક્ષમ અધિકારીની પરવાનગી લઈ સવારે ૮થી રાતે ૧૦ સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે. સરઘસમાં ધર્મ- જાતિની લાગણી દૂભાય નહીં અને શાંતિ જોખમાય નહીં તેની તકેદારી રાખવા હુકમ ફરમાવતું જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું છે.
તા.૨૧મી ફેબુ્રઆરી સુધી લાઉડ સ્પીકર વગાડવા માટે હુકમો કર્યા
આણંદ જિલ્લાની આંકલાવ, બોરિયાવી અને ઓડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નં.-૪ અને ખંભાત કાલુકા પંચાયતની એક (૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું તા. ૧૬મીએ મતદાન અને તા. ૧૮મીએ મતગણતરી બાદ તા. ૨૧મીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યારે સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે તે હેતુસર આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમાવિષ્ટ વિસ્તારોમાં તા.૨૧મી ફેબુ્રઆરી સુધી લાઉડ સ્પીકર વગાડવા માટે હુકમો કર્યા છે.
ચાલુ વાહનો પરના લાઉડ સ્પીકરોનો ઉપયોગ નહીં કરી શકે
કોઈપણ વ્યક્તિ જાહેર કે ખાનગી જગ્યાઓમાં પરવાનગી સિવાય જાહેરમાં લાઉડસ્પીકર વગાડી નહીં શકે. જાહેર સભાઓ, ચાલુ વાહનો પરના લાઉડ સ્પીકરોનો ઉપયોગ નહીં કરી શકે. પરવાનગી મળ્યેથી લાઉડસ્પીકર ફક્ત સવારે ૮થી રાતે ૧૦ કલાક સુધી જ જનતાને ત્રાસ કે નુકસાન ન થાય તે રીતે વગાડી શકાશે.
ત્રણ પાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી
આણંદ જિલ્લામાં ત્રણ પાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે. જે સંદર્ભે ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ- ખાસ ઝોનલ, રિઝર્વ ઝોનલ અને મદદનીશ ઝોનલ અધિકારીઓ- કર્મચારીઓને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વિસ્તાર અને નિશ્ચિત સમય માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેની સત્તાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો: જુનાગઢ મનપા ચૂંટણી પહેલાં કોંગ્રેસના બે સત્તાવાર ઉમેદવારોએ કેસરિયો ધારણ કરી લીધો