અમદાવાદ: બુલેટ ટ્રેન સ્ટેશનમાં ભીષણ આગ: ફાયર વિભાગની 14 ગાડીઓ દોડી
અમદાવાદ, 8 ફેબ્રુઆરી: 2025: અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર આગની દુર્ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. શનિવારે (8 ફેબ્રુઆરી) વહેલી સવારે આ બનાવ બન્યો હતો. જોકે, અત્યાર આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. આગ એટલી ભયંકર હતી કે 1 નહીં 2 નહીં પરંતુ 14 ફાયર બ્રિગેડની ટોમો બોલાવી પડી હતી. ફાયર વિભાગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો.
ગુજરાતના અમદાવાદમાં વહેલી સવારે 6:30 વાગ્યે સાબરમતી વિસ્તારમાં નિર્માણાઘીન બુલેટ ટ્રેન સ્ટેશનમાં આગ લાગી હતી. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRLC) તરફથી આ ઘટનાને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, નિર્માણાધીન સ્ટેશનના એક ભાગમાં છતના શટરિંગમાં આગ લાગી હતી. પહેલી નજરે જોતા આગ લાગવાનું કારણે વેલ્ડિંગ સ્પાર્ક હોય શકે છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની ઘટના નોંધાઈ નથી. આગની સૂચના મળતાં જ 14 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.
કન્સ્ટ્રક્શન સાઇટ પર ભીષણ આગ લાગતાં મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર આગ લાગતાં પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડને સ્થાનિક મજૂરોના જણાવ્યા મુજબ, વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન લાકડામાં આગ લાગી હતી. એ બાદ પવન ફૂંકાવાને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે.
આ પણ વાંચો..કેજરીવાલ ફરી એક વાર તિહાડના મહેમાન બનશે, ચૂંટણીના પરિણામ જોતા જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી