અમદાવાદથી રાજસ્થાન જઈ રહેલી કારને આબૂ રોડ પર ભયંકર અકસ્માત નડ્યો, 6 લોકોના મૃત્યુ


સિરોહી, 06 માર્ચ 2025: રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબૂરોડ સદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કિવરલી પાસે ગુરુવાર સવારે લગભગ વહેલી સવારે 3 વાગ્યે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં 6 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. આ ઉપરાંત એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. જેને સારવાર માટે સિરોહી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે. ઘટનાની જાણકારી મળતા સીઓ ગોમારામ,પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દર્શન સિંહ, એસઆઈઓ ગોકુલરામ, હેડ કોન્સ્ટેબલ વિનોદ સહિત કેટલાય પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની જાણકારી લીધી હતી.
અમદાવાદથી જાલોર જઈ રહ્યો હતો પરિવાર
સીઓ ગોગારામે જણાવ્યું કે, જાલોરના રહેવાસી લોકો કારમાં બેસીને અમદાવાદથી જાલોર થઈ રહ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે 27 પર આબૂરોડ સદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કિવરલી ગામ નજીક જઈ રહેલી ટ્રોલી સાથે કાર અથડાઈ હતી. દુર્ઘટના એટલી ભયંકર હતી કે કારમાં સવાર 4 લોકના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા. તો વળી 2 લકોના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે. ઘટનામાં એક મહિલા ઘાયલ છે, જેને 108 એમ્બ્યુલન્સની મદદથી રાજકીય હોસ્પિટલ આબૂ રોડ લઈ જવામાં આવી છે. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને સિરોહી રેફર કરવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહોને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. પરિવારને આ દુર્ઘટના અંગે સૂચના આપી દેવામાં આવી છે.
કારના દરવાજા તોડીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા
હેડ કોન્સ્ટેબલ વિનોદ લાંબાએ જણાવ્યું કે તેઓ નાઇટ હાઇવે પેટ્રોલિંગ પર હતા. દરમિયાન, કિવરલીની આગળ, એક પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ વાત સાંભળતાં જ તેઓ માત્ર 2 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયા અને એમ્બ્યુલન્સ અને ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી. ઘટનાસ્થળે ક્રેન બોલાવવામાં આવી હતી અને ટ્રોલીમાં ફસાયેલી કારને બહાર કાઢવામાં આવી હતી. મૃતકોના મૃતદેહને બહાર કાઢવા માટે કારના દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા. લગભગ 40 મિનિટની મહેનત પછી મૃતદેહો બહાર કાઢી શકાયા.
મૃતકોમાં પતિ, પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે
કિવરલીમાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃતકો બધા જાલોર જિલ્લાના રહેવાસી છે અને પ્રજાપતિ સમુદાયના છે. મૃતકોમાં પતિ, પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પરિવારમાં નરસારામના પુત્ર નારાયણ પ્રજાપતિ (58), તેમની પત્ની પોશી દેવી (55) અને તેમનો પુત્ર દુષ્યંત (24), જે જાલોરના કુમ્હારો કા વાસના રહેવાસી છે, તેમજ ડ્રાઇવર કાલુરામ (40), પ્રકાશ ચંદ્રાયનો પુત્ર, કાલુરામ ચંદ્રાયનો પુત્ર યશરામ (4) અને પુખરાજ પ્રજાપતનો પુત્ર જયદીપનો સમાવેશ થાય છે. જાલોરના રહેવાસી પુખરાજની પત્ની દરિયા દેવી (35) પણ ઘાયલ થઈ છે, જેમની સારવાર સિરોહીમાં ચાલી રહી છે. કારમાં કુલ 7 લોકો હતા, જેમાંથી 6 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે સિરીઝ યોજાશે? લાહોરમાં BCCI અધિકારીએ કરી દીધી સ્પષ્ટતા