ગુજરાતહેલ્થ

વરસાદ શરૂ થતાં બાળકોને આવે છે તાવ તો ધ્યાન રાખો 6 વાતો

Text To Speech

બદલાતી સીઝનમાં બાળકોને તાવ આવે એ એક સામાન્ય વાત છે, પણ શક્ય છે કે બાળકોના બીમાર પડવાના કારણે તમે પરેશાન ન થાઓ. મળતી માહિતિ અનુસાર ક્યારેક ક્યારેક બાળકોને તાવ આવવો એ સારું છે. આ બાળકોને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે.બ્રેનમાં રહેલા હાઈપોથેલેમસ શરીરના તાપમાનને વધારવા અને ઘટાડવાનું કામ કરે છે. કેટલીક શોધમાં જાણવા મળ્યું છે કે જ્યારે શરીર પર બહારના બેક્ટેરિયા હુમલા કરે છે તો સંક્રમણની તરફ ઈશારો કરે છે અને હાઈપોથેલેમસ બોડી ટેમ્પ્રેચરને વધારે છે. આ કારણે બાળક બીમાર હોય કે તેને તાવ આવે તો પરેશાન થવાને બદલે જરૂરી વાતનું ધ્યાન રાખો.

ટેમ્પ્રેચર રેકોર્ડ કરો : જો તમારા બાળકનું શરીર ગરમ લાગી રહ્યું છે તો તેના શરીરનું તાપમાન થર્મોમીટરથી માપી લો. તેનાથી એ ખ્યાલ આવી શકશે કે ટેમ્પ્રેચર વધ્યું છે કે નહીં. તેના માટે તમે મેન્યુઅલ કે ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ કરી શકો છો. હવે જે પણ ટેમ્પ્રેચર આવે તેને નોંધીને રાખો. જો જરૂર લાગે તો ડોક્ટરનો સંપર્ક કરીને જાણકારી મેળવો.

ડોક્ટરનો સંપર્ક કરો : જો બોડીનું ટેમ્પ્રેચર સતત વધતું રહે તો ડોક્ટરને ફોન કરવાનું ભૂલશો નહીં. તમે ઈચ્છો તો પાસેના ક્લિનિક પર જાઓ અને ચેકઅપ કરાવો. જો કોરોના પ્રભાવિત વિસ્તાર છે તો ડોક્ટરનો ફોન પર સંપર્ક કરો.
પહેલા સારી રીતે કરો પોતે તપાસ : અનેક વાર ગરમ કપડા કે ગરમીના કારણે પણ શરીરનું તાપમાન વધારે લાગે છે. એવામાં તમે હાથ પગ ધોવડાવીને બાળકને સોફ્ટ અને હલકા કપડા પહેરાવો. તેને આરામ કરવા દો અને થોડી વાર બાદ તાપમાન જુઓ.

ખાનપાનનું રાખો ધ્યાન : જો બાળકને સામાન્ય તાવ છે તો તેને જબરદસ્તી ન ખવડાવો. સારું એ રહેશે કે તમે તેને સૂપ, જ્યૂસ, દાળનું પાણી આપો. તેનાથી તે રાહત અનુભવશે અને આરામ કરી શકશે.

સ્પંજ બાથ આપો : જો દવા લીધા બાદ પણ બાળકનું શરીર ગરમ છે અને ટેમ્પ્રેચર વધતું જઈ રહ્યું છે તો તમે તેને સ્પંજ બાથ આપો. તેને માટે તમે નોર્મલ પાણી લો અને તેમાં ટોવેલ ડુબાડો અને તેને નીચવી લો. આ કપડાથી તમે બાળકના શરીરને સારી રીતે લૂસી લો. ફ્રિઝના પાણીનો ઉપયોગ ન કરો.

કમ્ફર્ટનું ધ્યાન રાખો : અનેકવાર માતા પિતા બાળકને તાવમાં રાહત આપવા માટે પંખા અને એસી બંધ કરી દે છે અને વધુ ને વધુ કપડા પહેરાવે છે. એવું ન કરો. સારું એ રહેશે કે તમે કમ્ફર્ટનું ધ્યાન રાખો. ધ્યાન રાખો કે પંખો બંધ કરવાને બદલે તેની સ્પીડ ઘટાડો. તેનાથી બાળકને આરામ મળશે અને તે સૂઈ શકશે.

Back to top button