ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ જિલ્લાનાં 104 સ્થળો પર ‘નો ડ્રોન ફ્લાઈ ઝોન’

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન હુમલાની ઘટના સામે આવી હતી. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.આ ગાઈડલાઈનને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુ દ્વારા શહેર અને જિલ્લાના 104 સ્થળો પર ડ્રોન ઉડાડવવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે, જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ભાદર, ન્યારી, આજી સહિતના જળાશયો તેમજ વિરપુર-ખોડલધામ સહિત 104 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર આગામી તા. 30 જુન સુધી પ્રતિબંધ ફરમાવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે પ્રસિધ્ધ કરાયેલ ગાઇડલાઇન અંતર્ગત જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુસર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કલેક્ટરનાં આદેશ અનુસાર પ્રતિબંધિત સ્થળો
જલારામ મંદિર(વિરપુર) 400 કે.વી. સબ સ્ટેશન,(જેતપુર) ખોડલધામ(કાગવડ),છાપરવાડી ડેમ,ભાદર ડેમ,ન્યારી ડેમ,આજી ડેમ,મોજ ડેમ,વેણુ-2 ડેમ,ફુલઝર ડેમ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. (ખંઢેરી સ્ટેડિયમ)નો સમાવેશ ‘નો ડ્રોન ફ્લાઈ ઝોન’માં કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કેટલીક સરકારી કચેરીઓ, સબ સ્ટેશનો મસ્જીદ અને વોટર સ્ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત જિલ્લાના 104 જેટલા સ્થળો પર રીમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ-મિસાઇલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સંશાધનોનાા ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button