ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: BZ ગ્રુપની શાળાના શિક્ષકોનો પગાર અટકતા સરકાર પાસે માગી મદદ

Text To Speech
  • BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ ગઇકાલે પકડાઇ ગયો
  • ભૂપેન્દ્રના BZ ગ્રુપ દ્વારા ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટને ખરીદવામાં આવ્યું હતું
  • ભૂપેન્દ્ર ઝાલા અને તેની માતાની સહી હોવાથી પગારધોરણની કામગીરી અટકી

ગુજરાતમાં આવેલ BZ ગ્રુપની શાળાના શિક્ષકોનો પગાર અટકતા સરકાર પાસે મદદ માગી છે. BZ ગ્રુપ દ્વારા 6000 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે. આ કેસમાં અનેક આરોપીઓ પકડાયા છે, ત્યારે તેનો મુખ્ય આરોપી BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ ગઇકાલે પકડાઇ ગયો છે.

ભૂપેન્દ્રના BZ ગ્રુપ દ્વારા ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટને ખરીદવામાં આવ્યું હતું

ભૂપેન્દ્રના BZ ગ્રુપ દ્વારા ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટને ખરીદવામાં આવ્યું હતું. આ ગ્રોમોર કેમ્પસના શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. આ શિક્ષકોનો આક્ષેપ છે કે, 350 જેટલા કર્મચારી-શિક્ષકોને છેલ્લા એક મહિનાથી પગાર ચૂકવાયો ન હોવાથી ગુજરાન ચલાવામાં હાલાકી પડી રહી છે. આ મામલે શિક્ષકોએ ગુજરાત સરકાર પાસે મદદની પૂકાર કરી છે.

ભૂપેન્દ્ર ઝાલા અને તેની માતાની સહી હોવાથી પગારધોરણની કામગીરી અટકી

BZ ગ્રુપ દ્વારા ખરીદાયેલા ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટના શિક્ષકો-કર્મચારીઓની મુશ્કેલી વધી છે. અહીં 3500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે 350 જેટલા શિક્ષકો-કર્મચારીઓનો સ્ટાફ છે. ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટના કેટલાક શિક્ષકોએ રાજીનામું આપ્યું છે, તો અન્ય શિક્ષકો પણ રાજીનામા આપી રહ્યા હોવાની જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટિટ્યૂટના ખર્ચા અને પગારમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેની માતાની સહી હોવાથી પગારધોરણની કામગીરી અટકી ગઈ છે. બીજી તરફ, પગારથી વંચિત શિક્ષકોએ શિક્ષણ વિભાગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયુ, રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત્ 

Back to top button